સુરેન્દ્રનગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મુળી-સરા રોડ પર સરલા પાસે કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી. જેથી ભયંકર અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. મુળીની હોસ્પિટલ ખાતે ત્રણેયની લાશને રાખવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં કોલસો ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા ત્રણ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. આ અકસ્માતના વિચલીત કરતા દ્દશ્યો પણ સામે આવ્યાં છે. કારનો આગળનો ભાગ ડમ્પરની પાછળ ઘૂસી ગયો હતો. જેથી કારના આગળના ભાગનો કચ્ચણઘાણ વળી ગયો હતો.