લોકસભાની ચૂંટણી નજીક છે, પરંતુ ઈન્ડિયા બ્લોકમાં સીટોની વહેંચણી થઈ નથી. જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે જો સીટોની વહેંચણી પર ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે સહમતિ ન બને તો તે ગઠબંધન માટે ખતરો છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, જો સીટોની વહેંચણી જલ્દી નહીં થાય તો તે ગઠબંધન માટે ખતરો છે. આ ઝડપથી અને સમયસર થવું જોઈએ. જો ‘INDIA’ એલાયન્સમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે ટૂંક સમયમાં સહમતિ ન સધાઈ તો કેટલાક પક્ષો અલગ જૂથ બનાવવાની કોશિશ કરી શકે છે, જેને હું સૌથી મોટો ખતરો માનું છું, હજુ પણ સમય છે.






