ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અને વર્તમાનમાં વિજાપુરના ધારાસભ્ય ચતુરજી જવાનજી ચાવડા કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. તેઓએ શુક્રવારે સવારે પ્રથમ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપીને ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપ્યું તેવા અહેવાલો સામે આવી રહ્યા છે.
ચાવડા અગાઉ ગુજરાત સરકારમાં પશુપાલન વિભાગના અધિકારી રહી ચૂક્યા છે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની સલાહથી તેમણે તેઓ સરકારી નોકરી છોડીને કોંગ્રેસ સાથે જોડાયા હતા. 2002ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પરથી ભાજપના પીઢ નેતા વાડીભાઇ પટેલને કારમી હાર આપીને ધારાસભ્ય બન્યા હતા.