ગુરૂવારે વડોદરાના હરણી મોટનાથ તળાવમાં સર્જાયેલી હોડી દુર્ઘટના સ્થળે મોટી શહેરના સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોડી રાત્રે વાઘોડિયાના ભાજપાના માજી ધારાસભ્ય પણ પોતાના કાર્યકરો સાથે પહોંચી ગયા હતા. જ્યાં એક મહિલાએ હોડી દુર્ઘટના અંગે માજી ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરતા, રોષે ભરાઇ ગયેલા દબંગ નેતાએ કહ્યું બોલો…કોણે ગોળી મારી દઉં. મોડી રાતનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ગુરૂવારે નમતી બપોરે હરણી મોટનાથ તળાવમાં હોડી દુર્ઘટના સર્જાઇ હતી.





