પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે કુલ 19 એવોર્ડ એનાયત કરવામાં આવશે. બહાદુર વ્યક્તિને મરણોત્તર એવોર્ડ આપવામાં આવશે. બાકીના 18 બહાદુર બાળકો પણ ‘કર્તવ્ય માર્ગ’ પર આયોજિત ગણતંત્ર દિવસ 2024 પરેડમાં ભાગ લેશે.
એવોર્ડ વિજેતાઓને મેડલ, પ્રમાણપત્ર અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 22 જાન્યુઆરી, 2024ના રોજ વિજ્ઞાન ભવન ખાતે ઔપચારિક કાર્યક્રમમાં તમામ વિજેતાઓને પુરસ્કારો અર્પણ કરશે. બીજા દિવસે વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓને મળશે. તમામ વિજેતાઓ 26 જાન્યુઆરી, 2024ના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ ભાગ લેશે. વિજેતાઓમાં 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 9 છોકરાઓ અને 10 છોકરીઓનો સમાવેશ થાય છે.