વડોદરામાં હરણી તળાવમાં હોડી પલટી ખાતા 17ના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં કોન્ટ્રાક્ટરથી માંડી મ્યુનિસિપલ તંત્રની બેદરકારી અને નિષ્કાલજી જવાબદાર છે. જોકે, NCRBના આંકડા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં હોડી અકસ્માતની 39 ઘટના બની છે જેમાં 65 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં તંત્રની બેદરકારના લીધે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ક્ષમતા કરતા વધારે લોકોને હોડીમાં બેસાડાય, પુરતા લાઇફ જેકેટના હોય જેના ઉપર તંત્રની દેખરેખ ના હોય અને પુરતા નિયમોનું પાલન થતુ ન હોય ત્યારે નિર્દોષ જનતાએ ભોગવવું પડે છે. તંત્ર અને સરકાર નક્કર અને જવાબદાર પગલા લે અને જે તે સરકારી મગરમચ્છો એ બેદરકારી દાખવી હોય તેમના ઉપર પણ ઉદાહરણરૂપ પગલા લેવા જોઇએ તેવી માંગ ઉઠી છે.
છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ડૂબવાની 8710 ઘટના ઘટી છે જેમાં 9115 લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી વધુ 2019માં હોડી અકસ્માતમાં 31 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ડૂબવાથી વર્ષ 2022માં 1959 જીવ ગુમાવ્યા હતા, 2021માં 1711, 2020માં 1906, 2019માં 1869 અને 2018માં 1670 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમ, ગુજરાતમાં બોટ (હોડી) અકસ્માત, ડૂબવાના કિસ્સા વધ્યા છે.