Friday, August 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજથી અયોધ્યામાં માત્ર આમંત્રિતોને જ એન્ટ્રી

સ્થાનિક લોકોને પણ ઓળખ કાર્ડ આપવામાં આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-01-20 11:51:01
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે દેશ વિદેશના લોકો પ્રભુ રામના સ્વાગત માટે અયોધ્યા જવા માટે થનગની રહ્યા છે. પરંતુ અયોધ્યામાં અરાજકતા ના ફેલાય એ બાબતને ધ્યાનમાં રાખીને આજથી આમંત્રિતો સિવાય બીજા તમામ નાગરિકોની એન્ટ્રી બંધ કરો દીધી છે.
આ ઉપરાંત બીજી ઘણા બદલાવ આ ત્રણ દિવસ માટે અયોધ્યામાં કરવામાં આવ્યા છે. જેમાં શુક્રવારે મધરાતથી ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે લખનઉ, ગોંડા, બસ્તી, આંબેડકરનગર, સુલતાનપુર, અમેઠીથી અયોધ્યા તરફ આવતા વાહનોને અલગ-અલગ માર્ગો દ્વારા તેમના સ્થાન પર મોકલવામાં આવશે. અયોધ્યામાં ત્રણ દિવસ માટે બહારના લોકોની પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે તેમજ ત્યાંના સ્થાનિક લોકોને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે.
રામ લલ્લાના અભિષેક બાદ લખનઉ અને અયોધ્યા વચ્ચે દરરોજ 80 બસો ચલાવવામાં આવશે આ બસો દર 20 મિનિટે ઉપડશે ત્યારે આ બસો દ્વારા અંદાજે 40 હજાર શ્રદ્ધાળુઓને રોજ દર્શનાર્થે આવી શકશે. આ ઉપરાંત કૈસરબાગ અને અયોધ્યા વચ્ચે એસી બસો ચલાવવાની પણ શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત આલમબાગ, ચારબાગ, કૌસરબાગ અને અવધ બસ સ્ટેશનથી અયોધ્યા સુધી નિયમિત બસ સેવા ચાલું કરવામાં આવશે. તમામ બસ સ્ટેન્ડ પર ભક્તો માટે હેલ્પ ડેસ્ક પણ ગોઠવવામાં આવ્યા છે. તેમાંથી ભક્તો બસોની અવરજવર વિશે માહિતી મેળવી શકશે.
મુંબઈ , કોલકાતા, અમદાવાદ અને બેંગ્લોરનાં વિમાનો 18 જાન્યુઆરીના રોજ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા હતા. જોકે વિજીબીલીટી ઓછી હોવાના કારણે ઘણા વિમાનો મોડા પણ પડ્યા હતા. જેમ જેમ શ્રી રામ મંદિરમાં અભિષેકની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ એરપોર્ટ પર સુરક્ષા સઘન કરવામાં આવી રહી છે. પ્રયાગરાજ હાઈવેથી એરપોર્ટ સુધીના દોઢ કિલોમીટરના અંતરની બંને તરફ નાના-મોટા પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.
શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થવાની આશાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન આસ્થા ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. આસ્થા મેમુ ટ્રેન ગોમતીનગર અને ચારબાગથી અયોધ્યા સુધી ચલાવવામાં આવશે. આ ટ્રેનો ખુબજ ટૂંક સમય માં શરૂ કરવામાં આવશે. જોકે આ તમામ સુવિધાઓ 23 જાન્યુઆરી પછી શરૂ કરવામાં આવશે જેના કારણે દરેક નાગરિકને દર્શન કરવા જવા માટે સુવિધાઓ મળી રહે.

Tags: ayodhyaNo entry without invitation
Previous Post

દક્ષિણ ફિલિપાઇન્સમાં ભૂસ્ખલન : ૧૦નાં મોત

Next Post

મમતા બેનર્જી ઇન્ડિયા ગઠબંધનને આપશે ઝટકો

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
મમતા બેનર્જી ઇન્ડિયા ગઠબંધનને આપશે ઝટકો

મમતા બેનર્જી ઇન્ડિયા ગઠબંધનને આપશે ઝટકો

વડા પ્રધાન મોદી આજે તમિલનાડુના પ્રાચીન મંદિરોના દર્શનાર્થે

વડા પ્રધાન મોદી આજે તમિલનાડુના પ્રાચીન મંદિરોના દર્શનાર્થે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.