22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા. રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાના દિવસે વડોદરાના પાદરના ભોજગામે રામની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. આ પથ્થરમારામાં 10 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે.
રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાના દિવસે વડોદરામાં કોમી છમકલાનો બનાવ બન્યો છે. જેમાં પાદરના ભોજગામે રામની શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. જેમાં 10 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. ઘટનાના પગલે પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. પથ્થરમારો કરનારાઓને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.