સુરત માર્કેટ ઉપર યુવાનોમાં ઉત્સવનો માહોલ દેખાયો. નાના ભૂલકા દ્વારા રામાયણ ના કેટલાક કાંશો મંચ ઉપર ભજવવામાં આવ્યા હતા. ચારે તરફ રોશનીથી સજાવવામાં આવ્યો હતો. હાથમાં રામધ્વજ લઈને યુવાનો “હર ઘર મેં બસ એક હી નામ એક હી નામ ગુંજેગા ભારત કા બચ્ચા બચ્ચા”ગીત ઉપર જબરજસ્ત યુવાનોએ ડાન્સ કર્યો હતો. જય શ્રી રામ ભારત માતાકી જય ના નારા લાગ્યા હતા. નાના મોટા સૌ કોઈ ઉજવણીમાં મગ્ન હતા. પ્રાઈમ માર્કેટ પાસે ભગવાન રામની મૂર્તિ મૂકવામાં આવી હતી જેનું આકર્ષણ લોકોમાં જોવા મળ્યો હતો. 16 ફૂટ મોટી ભગવાન શ્રીરામની મૂર્તિને ડાયમંડથી સજાવવામાં આવી હતી.