વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જયપુરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આજે રાજસ્થાનના પ્રવાસે છે. આજે મોદી અને મેક્રોન સાથે રોડ શો કરશે અને રાજસ્થાનની ઐતિહાસિક ધરોહર જોવા જશે. મોદી અને મેક્રોન આજે લગભગ 2.30 વાગે જયપુર પહોંચશે. આ પછી જયપુરના સાંગાનેરી ગેટથી હવામહલ સુધી રોડ શો થશે. વિદેશ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર ફ્રાંસના રાષ્ટ્રપતિનું વિમાન આજે બપોરે 2.30 કલાકે જયપુર એરપોર્ટ પર ઉતરશે અને તેઓ રાત્રે 8.50 કલાકે દિલ્હી જવા રવાના થશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ફ્રાંસના રાષ્ટ્રપતિ જયપુરમાં લગભગ છ કલાક રોકાવાના છે. મેક્રોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શોમાં પણ ભાગ લેશે. બંને નેતાઓ હોટલ તાજ રામબાગ પેલેસમાં ભારત-ફ્રાન્સ દ્વિપક્ષીય સંબંધો અને વિવિધ ભૌગોલિક રાજકીય વિકાસ પર વ્યાપક વાટાઘાટો કરશે. અધિકારીઓએ જણાવ્યું કે જયપુરમાં રાષ્ટ્રપતિ મેક્રોન આમેર કિલ્લા, જંતર-મંતર અને હવા મહેલની મુલાકાત લેશે અને રોડ શોમાં પણ ભાગ લેશે. રોડ શો જંતર-મંતર વિસ્તારમાંથી સાંજે 6 વાગ્યે શરૂ થશે જ્યારે મોદી અને મેક્રોન વચ્ચે મંત્રણા સાંજે 7.15 વાગ્યે શરૂ થશે.