વડોદરા શહેરના હરણી લેક બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે બંને આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. બંને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે, કોર્ટે બંને આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસ આરોપીઓની પૂછપરછમાં સમગ્ર ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કરશે.