ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને મેચ જીતવા 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ઈંગ્લેન્ડ પાંચ મેચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે.
231 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 42 રનની ભાગીદારી કરી હતી. જયસ્વાલ 15 રન બનાવીને હાર્ટલીનો શિકાર બન્યો હતો. બાદમાં હાર્ટલીએ ઉપરાછાપરી બે ઝટકા આપતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. એક તબક્કે 119 રનમાં સાત વિકેટ પડી ગઈ હતી. ત્યારે અશ્વિન અને કે.એસ. ભરતે 8મી વિકેટ માટે 57 રનની મહત્ત્વની ભાગીદારી કરી હતી. જોકે, ભરત 28 રન બનાવીને આઉટ થયો હતો.
યશસ્વી જયસ્વાલ 15, કેપ્ટન રોહિત શર્મા 39, શુભમન ગિલ 0, કે. એલ રાહુલ 22, અક્ષર પટેલ 17, યશસ્વી જયસ્વાલ 15, રવિન્દ્ર જાડેજા 2 રન બનાવ્યા હતા. અય્યર 13 રન બનાવી જેક લીચનો શિકાર બન્યો હતો. ટોમ હાર્ટલીએ સૌથી વધુ 7 વિકેટ ખેરવી હતી. જ્યારે એક વિકેટ રૂટને મળી હતી.
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ 246 રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 436 રન બનાવ્યા હતા જેના પગલે 190 રનની લીડ મેળવી હતી. પરંતુ બીજી ઈનિંગમાં ઈંગ્લીશ ટીમે બાઉન્સ બેક કરીને 420 રન બનાવ્ય હતા. ઓલી પોપ 196 રન બનાવીને આઉટ થયો હતો.