કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો છે કે આગામી એક સપ્તાહમાં દેશમાં નાગરિક સુધારો કાયદો (CAA) લાગુ થઈ જશે. તેમણે કહ્યું કે હું મંચ પરથી ખાતરી આપું છું કે આગામી 7 દિવસમાં CAA માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. શાંતનુ ઠાકુર દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં એક જાહેર સભામાં બોલી રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CAAના અમલ અંગે સંકેત આપ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે CAAના અમલને કોઈ રોકી શકશે નહીં, કારણ કે તે દેશનો કાયદો છે. કોલકાતામાં ભાજપની બેઠકને સંબોધિત કરતી વખતે શાહે કહ્યું હતું કે CAA લાગુ કરવું એ ભાજપની પ્રતિબદ્ધતા છે. મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ CAAનો વિરોધ કરી રહી છે.
ભારતીય નાગરિકતા અધિનિયમ 1995માં સુધારો કરવા માટે 2016માં નાગરિકતા સંશોધન બિલ 2016 (CAB)માં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. સંસદે ડિસેમ્બર 2019માં સંબંધિત બિલને મંજૂરી આપી હતી અને બાદમાં રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મળ્યા પછી, તેના વિરોધમાં દેશના કેટલાક ભાગોમાં મોટા પ્રદર્શનો થયા હતા.






