Friday, November 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાટનગર ગાંધીનગરને ઝૂંપડામુક્ત બનાવવા દસ સ્થળે સર્વે

૨૦૧૪માં થયેલા સર્વે મુજબ ૨.૧૮ લાખ ચોમી જમીન પર ગેરકાયદે ઝૂંપડાઓનું દબાણ ઊભું થયેલું

dharmendravaghela by dharmendravaghela
2024-01-29 14:15:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પાટનગર ગાંધીનગરમાં જુદાજુદા દસ સ્થળોએ કોર્પોરેશન દ્વારા ઝૂંપડપટ્ટીઓના પુનર્વસન માટે સર્વે ચાલુ કરાયો છે. વર્ષ ૨૦૧૪ના સર્વે મુજબ પાટનગરમાં અઢી હજાર ઉપરાંત ઝૂંપડાઓ હોવાનું બહાર આવ્યુ હતું. બીજા દસ વર્ષમાં પ૦૦ ઉપરાંત ઝૂંપડા વધ્યા હોવાનો અંદાજ છે. સાચો આંકડો સર્વે બાદ બહાર આવશે.
ગાંધીનગરમાં કોર્પોરેશન દ્વારા ઝૂંપડાવાસીઓના પુનર્વસન અને પુન:વિકાસ માટે નવી નીતિ નક્કી કરવામાં આવી હતી. લઘુતમ ૨૫ ચોમી સુધીના કાર્પેટ વિસ્તારના તમામ મૂળભૂત સુવિધાઓવાળા મકાનો મફતમાં ઉપલબ્ધ કરાવવાની બાબતનો આ નીતિમાં સમાવેશ છે.
શહેરમાં વસતા ગરીબો માટે પ્રથમ તબક્કામાં અલગ-અલગ એવા દસેક સ્થળો ઉપર આવેલા કાચા-પાકા ઝૂંપડાઓના સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. સર્વે બાદ સરકારની સ્લમ રિહેબીલીટેશન પોલિસી અંતર્ગત લાયકાત ધરાવતા ઝૂંપડાવાસીઓને સુવિધાયુક્ત પાકા મકાનો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં ભૂતકાળમાં કોલવડા પાસે આ જ રીતે શહેરમાં ઝૂંપડાઓમાં વસતા લોકોને પુનર્વસન કરવા વિવેકાનંદ નગર બનાવવામાં આવ્યું હતું અને મકાન ફાળવવામાં આવ્યા હતા. જોકે એ પછી પણ શહેરમાં ઝૂંપડાઓનું દબાણ સતત વધતું જાય છે. વર્ષ ૨૦૧૪માં થયેલા સર્વે મુજબ પાટનગરની ૨.૧૮ લાખ ચોમી જમીન પર ત્રણ હજાર ઉપરાંત ગેરકાયદે ઝૂંપડાઓનું દબાણ ઊભું થયેલું છે. તાજેતરમાં જ ધોળાકૂવા, ફતેપુરા સહિતના વિસ્તારમાંથી ઝૂંપડાઓને દૂર કરવામાં આવ્યા હતા. શહેરમાં સેક્ટર-૭માંથી જ ૭૫ જેટલા ઝૂંપડા વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ દરમિયાન હટાવવામાં આવ્યા હતા. દસ વર્ષે પૂર્વેનો જે સર્વે છે તે મુજબ, ધોળાકૂવા, જીઈબી ગેટ, ચરેડીના છાપરા, ચરેડી ચાર રસ્તા, સે-૨૮ આદિવાડા, સે-૨૪ ઈન્દિરાનગર, સે-૧૩ના છાપરા, ભાટ, કોબા, રાયસણ સિગ્નેચર બ્રિજ જેવા આ દસ જેટલા સ્થળોએથી ૨૫૯૨ જેટલા ઝૂંપડા મળી આવ્યા હતા. આ સર્વે બાદ છેલ્લા દસેક વર્ષમાં બીજા પાંચસો ઉપરાંત ઝૂંપડા વધ્યા હોવાનો અંદાજ છે.

Tags: gandhinagarslam survey
Previous Post

લોસ એન્જલસમાં ગોળીબારમાં ચારનાં મોત

Next Post

મેદસ્વી અથવા ખરાબ જીવનશૈલી ધરાવતા સૈનિકો સામે કાર્યવાહી કરવાની તૈયારી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર
આંતરરાષ્ટ્રીય

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર

November 28, 2025
સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
તાજા સમાચાર

સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

November 28, 2025
અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે

November 28, 2025
Next Post
મેદસ્વી અથવા ખરાબ જીવનશૈલી ધરાવતા સૈનિકો સામે કાર્યવાહી કરવાની તૈયારી

મેદસ્વી અથવા ખરાબ જીવનશૈલી ધરાવતા સૈનિકો સામે કાર્યવાહી કરવાની તૈયારી

તમિળનાડુ, લક્ષદ્વીપને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે મોદી

રીલ જોવામાં કેટલો સમય નીકળી જાય છે તે ખબર પડતી નથી; પૂરી ઉંઘ લેવી જરૂરી છે - મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.