મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું કે, આ કોઈ પિકનિક સ્પોટ નથી અને તમિલનાડુ સરકારને આદેશ આપ્યો છે કે, હિન્દુ ધર્મ અને ધર્માર્થ વ્યવસ્થા વિભાગ તમામ હિન્દુ મંદિરોમાં બોર્ડ લગાવવામાં આવે. આ બોર્ડમાં લખેલું હોવું જોઈએ કે, ‘મંદિરોમાં બિન-હિન્દુઓને ‘કોડિમાર (ધ્વજસ્તંભ)’થી આગળ જવાની મંજૂરી નથી.’ મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું કે, હિન્દુઓને તેમનો ધર્મ માનવાનો અને તેનું પાલન કરવાનો અધિકાર છે.
હાઈકોર્ટમાં મદુરાઈ પીઠના ન્યાયમૂર્તિ એસ.શ્રીમતીએ ડી.સેંથિલ કુમારની અરજી પર સુનાવણી કરીને આ નિર્ણય જાહેર કર્યો હતો. સેંથિલ કુમારે પ્રતિવાદીઓને અનુરોધ કર્યો હતો કે, અરુલ્મિગુ પલાની ધનદાયુતપાની સ્વામી મંદિર અને તેના અન્ય મંદિરોમાં માત્ર હિન્દુઓને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે. તેમણે તમામ મંદિરોના પ્રવેશ દ્વાર પર આ અંગે બોર્ડ લગાવવાનો આદેશ આપવા માટે અનુરોધ કર્યો હતો. ભગવાન મુરુગન મંદિર દિંડીગુલ જિલ્લાના પલાનીમાં આવેલ છે.
હાઈકોર્ટે આ અરજીનો સ્વીકાર કરીને આદેશ જાહેર કર્યો છે કે, ‘પ્રતિવાદીઓએ મંદિરોના પ્રવેશ દ્વાર, ધ્વજસ્તંભની નજીક અને મંદિરના પ્રમુખ સ્થાન પર બોર્ડ લગાવવાનો આદેશ જાહેર કર્યો છે. આ બોર્ડમાં લખેલું હોવું જોઈએ કે, ‘મંદિરોમાં બિન-હિન્દુઓને ‘કોડિમાર (ધ્વજસ્તંભ)’થી આગળ જવાની મંજૂરી નથી. જો કોઈ બિન-હિન્દુ મંદિરમાં પ્રવેશ કરે તો તે અધિકારીઓએ શપથ પત્ર લેવાનો રહેશે કે, તેઓને આ દેવતામાં વિશ્વાસ છે અને હિન્દુ ધર્મના રીત-રિવાજ તથા મંદિરના રીત-રિવાજનું પાલન કરશે.’