ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સત્રની શરૂઆત થઈ છે. આજે નાણામંત્રી કનુ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરશે. બજેટ સત્ર એક મહિના સુધી ચાલશે. અને સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે. દરમિયાન 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે.
મહત્ત્વનું છે કે બજેટ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતને આગળ લઈ જતું બજેટ રજૂ થશે. સોમવારે બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ લાવવાના છીએ. કામ કાજ સલાહકાર સમિતિમાં આખા મહિનાનું જે કામકાજ નક્કી કરવામાં આવ્યું છે. એ વિપક્ષના સભ્યો સહિત સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.