દેશમાં પ્રથમ વખત IIT પણ શૈક્ષણિક સત્ર 2024-25 થી UG કોર્સમાં સ્પોર્ટ્સ ક્વોટા શરૂ કરવા જઈ રહી છે. IIT મદ્રાસે આગામી સત્રથી B.Tech પ્રોગ્રામમાં સ્પોર્ટ્સ ક્વોટા દાખલ કરવાની જાહેરાત કરી છે. B.Tech પ્રોગ્રામમાં સીટ JEE એડવાન્સ્ડના મેરિટના આધારે જ ઉપલબ્ધ થશે. ’સ્પોર્ટ્સ એક્સેલન્સ એડમિશન’ (SEA) હેઠળ, UG પ્રોગ્રામમાં બે સુપરન્યુમરરી બેઠકો બનાવવામાં આવશે. આમાં, યુજી પ્રોગ્રામ દીઠ છોકરીઓ માટે એક સીટ હશે. સ્પોર્ટ્સ ક્વોટામાં માત્ર ભારતીય નાગરિકોને જ સીટો મળશે.
IIT મદ્રાસના નિયામક પ્રોફેસર વી. કામકોટીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ સર્વગ્રાહી શિક્ષણ સુનિશ્ર્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે, IITમાં પ્રથમ વખત સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા પ્રવેશ કરવામાં આવશે. હવે એન્જિનિયરોની સાથે IIT માં ઉચ્ચ ગુણવત્તાવાળા ખેલાડીઓ પણ તૈયાર કરવામાં આવશે.
આઈઆઈટીમાં સ્પોર્ટ્સ ક્વોટા દાખલ કરવાથી, યુવાનોમાં પુસ્તકી જ્ઞાનની સાથે રમતગમતની સિદ્ધિઓને સમજવાની તક મળશે. તેઓ પુસ્તકી જ્ઞાનની સાથે રમતગમતમાં વધુ સારું પ્રદર્શન કરીને IITમાં સીટ મેળવી શકે છે. રમતગમતની સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ પણ થશે. સ્ટુડન્ટ્સને સ્પોર્ટ્સમાં પણ માસ્ટર બનાવવામાં આવશે. પ્રોફેસર કામકોટીએ કહ્યું કે, ભવિષ્યમાં અમે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની પણ યોજના બનાવીએ છીએ. IIT મદ્રાસના ’સ્પોર્ટ્સ એક્સેલન્સ એડમિશન’ હેઠળ પ્રવેશ જુલાઈથી શરૂ થશે.
IIT મદ્રાસના ઇ.ઝયભવ પ્રોગ્રામમાં પ્રવેશ માટે પહેલા JEE Advanced 2024ના મેરિટમાં સફળ થવું જરૂરી રહેશે. સ્પોર્ટ્સ ક્વોટા માટેનું મેરિટ JEE એડવાન્સ 2024ના મેરિટ પછી તૈયાર કરવામાં આવશે. આ હેઠળ, છેલ્લા ચાર વર્ષમાં કોઈપણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમત સ્પર્ધામાં ઓછામાં ઓછું એક મેડલ જીત્યો હોવો જોઈએ. જોશા પોર્ટલ દ્વારા સ્પોર્ટ્સ ક્વોટાની બેઠકો ઉપલબ્ધ થશે નહીં જે તમામ IIT માં પ્રવેશ માટે ઓનલાઈન સીટ ફાળવણી પૂરી પાડે છે.