જૂનાગઢમાં હેટ સ્પીચ આપવા મામલે પોલીસે મુંબઇના ઇસ્લામિક ધર્મગુરૂ મુફ્તી સલમાન અઝહરીની અટકાયત કરી છે. આ દરમિયાન તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. જૂનાગઢમાં કેટલાક દિવસ પહેલા ગુજરાત પોલીસે મુસ્લિમ મૌલાના અને બે અન્ય લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.
મુફ્તી સલમાન અઝહરીને મુંબઇના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકોની ભીડે પોલીસ સ્ટેશનને બહારથી ઘેરી ઘેરી લીધું. કાયદો વ્યવસ્થા યથાવત રાખવા માટે વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મૌલાનાના વકીલે કહ્યું કે મુફ્તી સલમાન તપાસમાં સહયોગ કરવા માટે પુરી રીતે તૈયાર છે. જોકે, પોલીસ તરફથી આ મામલે કોઇ જવાબ આવ્યો નથી. મુફ્તી સલમાન અઝહરીના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી કેટલાક ટ્વીટ્સ કરવામાં આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું કે તેમણે ગુજરાત એટીએસ, મુંબઇ એટીએસ અને ચિરાગ નગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ સવારે 11.56 વાગ્યે અટકાયતમાં લીધા હતા.
હેચ સ્પીચ મામલે કસ્ટડીમાં લેવામાં આવેલા મૌલાનાને પોતાના સમર્થકોને પ્રદર્શન ના કરવાની ભલામણ કરતા પણ જોવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી તરફથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં મુફ્તી સલમાન અઝહરીને એમ કહેતા સાંભળી શકાય છે, ‘ના તો હું કોઇ ગુનેગાર છું અને ના તો મને કોઇ ગુનો કરવા માટે અહીં લાવવામાં આવ્યો છે. તે જરૂરી તપાસ કરી રહ્યાં છે અને હું પણ તેમનો સહયોગ કરી રહ્યો છું. આ મારા નસીબમાં હશે તો હું ધરપકડ માટે તૈયાર છું.’