બ્રિટનના કિંગ ચાર્લ્સને કેન્સર થયું છે. બકિંગહામ પેલેસે એક નિવેદનમાં કહ્યું કે કિંગે પોતાના તમામ સાર્વજનિક કાર્યક્રમોને સ્થગિત કરી દીધા છે. રાજમહેલે કિંગના કેન્સર વિશે કોઇ જાણકારી આપી નથી. 75 વર્ષીય કિંગ ચાર્લ્સ ગત મહિને પ્રોસ્ટેટની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા. કિંગનું પ્રોસ્ટેટ વધી ગયું હતું. જોકે, રાજમહેલના સૂત્રોનું કહેવુ છે કે કિંગને પ્રોસ્ટેટ કેન્સર નથી.
કિંગ ચાર્લ્સના સાર્વજનિંગ કાર્યક્રમને સ્થગિત કરવામાં આવ્યાબકિંગહામ પેલેસે જાણકારી આપી કે કિંગ ચાર્લ્સ III પોતાની સારવાર વિશે પુરી રીતે પોઝિટિવ છે. તે જલ્દી પોતાની જવાબદારી નીભાવવા માટે પબ્લિક લાઇફમાં પરત ફરવા માટે ઉત્સાહિત છે. કિંગ ચાર્લ્સ પોતાના સાર્વજનિક કાર્યક્રમને સ્થગિત કરી દેશે. આશા છે કે શાહી પરિવારના બીજા સભ્ય સારવાર દરમિયાન તેમનો ઉત્સાહ વધારવામાં મદદ કરશે. કેટલાક દિવસ પહેલા કિંગ ચાર્લ્સની લંડનની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રોસ્ટેટની સર્જરી થઇ હતી.
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કિંગ ચાર્લ્સના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. પીએમ સુનકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ, “કિંગ ચાર્લ્સના જલ્દી પુરી રીતે સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂ છું, મને તેમાં કોઇ શક નથી કે તે કેટલાક સમયમાં પુરી તાકાત સાથે પરત ફરશે.”