જૂનાગઢમાં નરસિંહ શાળાના મેદાનમાં યોજાયેલા એક જાહેરસભાના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત ATSએ પૂછપરછ કરી છે, જેમાં મોટા ખુલાસાઓ થયા છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ 5 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. મુંબઈમાં ભડકાઉ ભાષણ અને રયોટિંગને લઈને ગુના નોંધાયા છે.
વર્ષ 2014થી ભડકાઉ ભાષણને લઈને આ મૌલાના વિવાદમાં આવ્યો હતો. વર્ષ 2008થી 2011 સુધી આ મૌલાનાએ ઇજિપ્તમાં ઇમસ્લામનો અભ્યાસ કર્યો હતો. ગુજરાતમાં મોડાસા, કચ્છ બાદ જૂનાગઢમાં આવ્યો હતો. 14 મી ફેબ્રઆરીનાં રોજ મૌલાના મોરબીમાં એક કાર્યકમ હાજરી આપવાનો હતો. જૂનાગઢમાં નરસિંહ શાળાના મેદાનમાં યોજાયેલા એક જાહેરસભાના કાર્યક્રમમાં મૌલાનાએ જૂનાગઢ પાકિસ્તાનમાં સામેલ ન થયું હોવાનું આડકતરી રીતે ભાષણ કર્યું.
આ મૌલાના કેટલીકે ગતિવિધિ શંકાસ્પદ હોવાથી મોબાઈલની તપાસ શરૂ કરવામાં આવી છે. મૌલાના અગાઉ પાકિસ્તાન ગયો હતો કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ મૌલાના મૂળ કર્ણાટકનો છે અને મુંબઈમાં અમૃત સોસાયટી કો. ઓપરેટિવ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. મૌલાના અલ અમાન એજ્યુકેશન વેલ્ફેર ટ્રસ્ટના બેંક ખાતામાં 9 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ મૌલાનાના ટ્રસ્ટ અને પરિવારના બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રસ્ટના પૈસાનો ઉપયોગ શું થતો હતો તેને લઇ તપાસ કરવામાં આવી રહી છે. મૌલાના કોના કોના સંપર્કમાં છે તેની પણ ગુજરાત ATS એ તપાસ કરી રહી છે.