આ મામલે EDએ 4751 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. લેન્ડ ફોર જોબ મામલે EDની આ પ્રથમ ચાર્જશીટ છે. આ મામલે EDએ મની લૉન્ડ્રિંગ મામલે કુલ સાત લોકોને આરોપી બનાવ્યા છે. સુનાવણી દરમિયાન EDએ કહ્યું હતું કે આરોપી અમિત કાત્યાલે વર્ષ 2006-07માં એક ઇન્ફોસિસ્ટમ નામની કંપનીની રચના કરી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે 29 જાન્યુઆરી 2024માં EDની વિશેષ ટીમે પટણાના ગાંધી મેદાન વિસ્તારમાં ઝોનલ ઓફિસમાં લાલુ યાદવની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. લાલુ પ્રસાદ યાદવને પૂછવામાં આવ્યા કે કેટલા લોકો પાસેથી જમીન લઇને રેલ્વેમાં ક્યા પદ પર ક્યા નોકરી આપવામાં આવી છે. જમીન પહેલા બેનામી કંપનીઓના નામ પર લેવામાં આવી હતી જેમના ડિરેક્ટર તેમના પત્ની, દીકરી, પુત્ર અને નજીકના સંબંધી હતા. કેટલીક જમીન તેમના પરિવારજનો-નજીકનાઓના નામ પર પણ લખાવવામાં આવી હતી, તેનું સત્ય શું છે. ED તેમના વિરૂદ્ધ રાઉજ એવેન્યૂ કોર્ટમાં દાખલ 4751 પાનાની ચાર્જશીટ સિવાય હદયાનંદ ચૌધરીના નિવેદનને પણ સાથે લઇને આવી હતી જેને બતાવીને સવાલ પૂછવામાં આવ્યા હતા.
લાલુ યાદવની પૂછપરછના એક દિવસ પછી રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની પણ EDએ સાડા આઠ કલાક પૂછપરછ કરી હતી. EDએ તેજસ્વી યાદવને 65થી વધુ સવાલ પૂછ્યા હતા જેમાં તેમના નામ સાથે દિલ્હી અને પટણામાં સંપત્તિથી લઇને તેના ડિરેક્ટર મંડળની પ્રાઇવેટ કંપનીમાં રોકાણ સાથે જોડાયેલા સવાલ સામેલ હતા.