સીએટ ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ પ્રથમ વાર ગુજરાતના અમદાવાદ ખાતે યોજવા જઇ રહી છે.આ રેસ 11 ફેબ્રુઆરીએ યોજાશે જેનું ઉદ્ધઘાટન ગુજરાત ના માનનીય મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ કરશે. લીગ ની પ્રથમ રેસ પુણે ખાતે યોજાઇ હતી જેને દસ હજાર જેટલા દર્શકો એ માણી હતી. ગુજરાત માં પ્રથમ વાર લીગ ની બીજી રેસ અમદાવાદમાં યોજાવા જઇ રહી છે જેનો દર્શકો ભરપૂર રોમાંચ માણી શકશે. આ લીગ નો મુખ્ય ઉદ્દેશ વિવિધ વય ના અને કુશળતા ધરાવતા રાઇડર્સ માટે સુરક્ષિત અને સ્પર્ધાત્મક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છૅ.