સુરતમાં 12મી ફેબ્રુઆરીના રોજ આવી રહેલા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમન પૂર્વે એસવીએનઆઇટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરતના પીપલોદ સ્થિત SVNIT ખાતે યોજાવા જઈ રહેલા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિની સાથે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેવાના છે.જ્યાં આ પદવીદાન સમારોહમાં 1434 જેટલી અલગ અલગ ડિગ્રીઓ વિધાર્થીઓને એનાયત કરવામાં આવનાર છે.જ્યારે અલગ અલગ વિભાગોના 28 ટોપર્સને રાષ્ટ્રપતિ ના હસ્તે ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવશે.
સુરતના પીપલોદ સ્થિત SVNIT ખાતે 12મી ફેબ્રુઆરીના રોજ પદવી સમારોનું આયોજન કરાયું છે. આ સમારોહની અંદર દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂરમું હાજર રહેવાના છે.રાષ્ટ્રપતિની સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે.જે બંને મહાનુભાવોના હસ્તે અલગ અલગ વિભાગોના વિધાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવશે.