કેન્યાના મેરેથોન સેન્સેશન કિપ્ટોમનું રોડ અકસ્માતમાં અવસાન થયું છે. તેઓ તેમના કોચ સાથે રિફ્ટ વેલીમાં જીવલેણ અકસ્માતનો ભોગ બન્યા છે. 24 વર્ષીય એથ્લેટની કારકિર્દી આશાસ્પ્દ હતી. તેમણે મેરેથોન વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરનું બિરુદ મેળવ્યું હતું. તેમના અવસાનથી એથ્લેટિક્સ સમુદાય અને તેમના પરિવારમાં ઘેર શોકની લાગણી ફરી વળી છે.
આ જીવલેણ અકસ્માત મોડી સાંજે રિફ્ટ વેલીમાં થયો હતો, જ્યાં કિપ્ટોમ તેના રવાન્ડાના કોચ અને એક સાથી સાથે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. કિપ્ટોમ અને તેના કોચ બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રીજા મુસાફર શેરોન કોસગેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કિપ્ટોમે શિકાગો મેરેથોનમાં 2:00:35 ના આશ્ચર્યજનક સમય સાથે રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો હતો. તેના દેશબંધુ એલ્યુડ કિપચોગે (2:01:09) દ્વારા સેટ કરેલા અગાઉના રેકોર્ડને તોડી તેમને રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.