વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પુલવામા આતંકી હુમલામાં શહીદ થનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ, ‘હું પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું. આપણા રાષ્ટ્ર માટે તેમની સેવા અને બલિદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.’ મહત્ત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકી હુમલાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે.
14 ફેબ્રુઆરી, 2019માં જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. પુલવામા હુમલા બાદ ભારતીય સેના અને ભારત સરકારે મળીને આતંકીઓને પડકાર ફેકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું પોતાના દિલમાં તે આગ અનુભવી રહ્યો છું જે તમારી અંદર ભડકી રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે તમામ આંસુઓનો બદલો લેવામાં આવશે અને તે બાદ ભારતે જવાનોની શહીદીનો બદલો 12 દિવસની અંદર પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરીને લીધો હતો.