પ્રિયંકા ગાંધી સમાજવાદી પાર્ટી-કોંગ્રેસના ગઠબંધનને બચાવવામાં સફળ રહ્યાં છે. બન્ને પાર્ટીઓ વચ્ચે લાંબી વાતચીત થઇ ચુકી છે, આંકડા પર વાત ચાલતી હતી પરંતુ વાત બનતી નહતી. પહેલા સમાચાર આવ્યા હતા કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધન તૂટી ગયું છે. બીજા દિવસે અખિલેશ યાદવનું નિવેદન આવ્યું અને જાહેરાત કરી કે કોંગ્રેસની સાથે ગઠબંધન થશે. એક દિવસમાં એવું તો શું થયું કે બધુ બદલાઇ ગયું. ઉત્તર પ્રદેશમાં ગઠબંધન બચાવવામાં પ્રિયંકા ગાંધીનો રોલ સામે આવ્યો છે, તેના એક ફોન કોલ બાદ બન્ને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થઇ શક્યું છે.
સીટ વહેંચણી પર સમાજવાદી પાર્ટી કોંગ્રેસ વચ્ચે સહમતિ બની ગઇ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે ફોન પર થયેલી વાતચીત બાદ બન્ને પાર્ટીઓ વચ્ચે સહમતિ બની હતી. બાદમાં અખિલેશ યાદવે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સીટ વહેંચણીને લઇને સપાનો કોંગ્રેસ સાથે કોઇ વિવાદ નથી અને બન્ને પક્ષ વચ્ચે ગઠબંધન થશે. કોંગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રભારી અવિનાશ પાંડેયે બહુજન સમાજ પાર્ટી (BSP) માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા હોવાની વાત કહી છે. અવિનાશ પાંડેયે કહ્યું કે, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અખિલેશ યાદવ સાથે ફોન પર વાત કરી છે જે બાદ બન્ને પક્ષ વચ્ચે સીટ વહેંચણીને લઇને સહમતિ બની હતી.
ભારત ગઠબંધન હેઠળ કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં 17 બેઠકો મળી છે. રાયબરેલી ઉપરાંત અમેઠી, કાનપુર સીટ, ફતેહપુર સીકરી, બાંસગાંવ, સહારનપુર સીટ સામેલ છે. તેના આ સિવાય પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી અને દેવરિયામાં પણ કોંગ્રેસના ઉમેદવાર ગઠબંધન ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે.