વલસાડના વાઘલધારા પાસે નેશનલ હાઈવે-48 પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતા એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ટેન્કરમાં ભરેલા જ્વલનશીલ પદાર્થને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ પરથી એક મૃતદેહ ટેન્કરમાંથી અને બીજો બહારથી મળી આવ્યો છે.
વલસાડ જિલ્લાના વાઘલધારા પાસે નેશનલ હાઈવે-48 પર બુધવારે સાંજે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ લાગી હતી. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ હોવાના પગલે આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. વાહનવ્યવહાર સલામતીના ભાગરૂપે બંધ કરાવી દીધો હતો. આગને કારણે નેશનલ હાઇવે પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. સમગ્ર ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. એક મૃતદેહ ટેન્કરમાંથી અને બીજો બહારથી મળી આવ્યો છે.