Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિહારના નિવૃત IAS ઓફિસર પર તપાસ એજન્સીઓ ત્રાટકી

નિવૃત્તિ પછી ખાનગી કંપનીઓ પાસેથી કન્સલ્ટન્સી ફી તરીકે કરોડો રૂપિયા લેવાનો તેમના પર આરોપ

dharmendravaghela by dharmendravaghela
2024-02-22 11:49:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનએ ભ્રષ્ટાચારના કેસમાં બિહાર કેડરના નિવૃત IAS અધિકારી રમેશ અભિષેક સામે તપાસ શરુ કરી છે. મંગળવારે નિવૃત અધિકારી સામે એફઆઈઆર નોંધ્યા બાદ CBIએ તેમના પરિસરમાં સર્ચ કર્યું હતું. સર્વિસ દરમિયન તેમણે કેટલાક સોદામાં સક્રિય ભૂમિકા નીભાવી હતી, નિવૃત્તિ પછી એક ડઝનથી વધુ ખાનગી કંપનીઓ પાસેથી કન્સલ્ટન્સી ફી તરીકે કરોડો રૂપિયા લેવાનો તેમના પર આરોપ છે. તપાસ એજન્સીએ તેની દીકરી વેનેસા વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. સીબીઆઈ, ઈડી અને લોકપાલ તેમની સામેના આરોપોની તપાસ કરી રહ્યા છે.
તપાસ એજન્સીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, IASની 1982 બેચના બિહાર કેડરના અધિકારી અભિષેક 2019માં DIPPTમાંથી નિવૃત્ત થયા હતા, ત્યારબાદ તેમણે એક ખાનગી કંપનીમાં સેવા આપી હતી. તેમના પર તેમની આવક કરતાં અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે, અઢળક સંપતિની વિગતો તેમની પાસે પણ નથી. લોકપાલ અભિષેક સામે અપ્રમાણસર સંપત્તિના આરોપોની પણ તપાસ કરી રહ્યું છે.
CBI દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે, “સચિવ DIPPT અથવા ફોરવર્ડ માર્કેટ કમિશનના ચેરમેનના હોદ્દા પર રહીને, વિવિધ સંસ્થાઓ પાસેથી કન્સલ્ટન્સી અને પ્રોફેશનલ ફી તરીકે મોટી રકમ એકઠી કરી હતી.” EDની ફરિયાદ અનુસાર, અભિષેકે લોકપાલ સમક્ષ એક સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે નિવૃત્તિ પછીના 15 મહિનામાં તેને 2.7 કરોડ રૂપિયાની ફી મળી છે, જે તેના છેલ્લા સરકારી પગાર 2.26 લાખ રૂપિયા કરતાં 119 ગણી વધારે છે.
CBIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “વિવિધ એજન્સીઓ દ્વારા અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે અભિષેકે ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગમાં સચિવના પદ પર રહીને લગભગ 16 કંપનીઓને ફાયદો પહોંચાડ્યો હતો. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે આ રકમથી તેણે સૌપ્રથમ દિલ્હીના પોશ ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક ઘર ખરીદ્યું હતું, જેનાથી તેના પર શંકા વધુ ઘેરી બની હતી. એક રિપોર્ટ અનુસાર, સેક્રેટરી તરીકે સેવા આપતા રમેશ અભિષેકે કથિત રીતે Paytmની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશનને તેનો IPO લોન્ચ કરવામાં મદદ કરી હતી.

Tags: CBI searchex IAS ramesh abhishekindia
Previous Post

વલસાડ : નેશનલ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતા 2 ના મોત

Next Post

મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ’ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ’ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે

મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ’ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે

નૈરોબીમાં કચ્છીની હત્યા: મૃતદેહને તેજાબમાં ઓગાળી દીધો

નૈરોબીમાં કચ્છીની હત્યા: મૃતદેહને તેજાબમાં ઓગાળી દીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.