ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મેડિકલ માફિયાઓની ગેન્ગ પર સકંજો કસવામાં આવ્યો છે. એક પ્રાઇવેટ હોસ્પિટલમાં તબીબી સંચાલક સહિત કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ સરકારી હૉસ્પિટલમાં આવતા દર્દીઓને લલચાવીને પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઇ જતા હતા અને તેમની પાસેથી પૈસા પડાવતા હતા.
ચોકાવનારી વાત આ છે કે આ હૉસ્પિટલમાં મોડી રાત્રે પડેલા દરોડા દરમિયાન ICUમાં લાશની પણ સારવાર કરવામાં આવતી હતી. આ મામલે મૃતક દર્દી શિવ બાલક પ્રસાદના પુત્રએ દોષિતો પર કડક કાર્યવાહીની માંગ કરી છે, તેને કહ્યું કે અમને લાગ્યું કે પિતાજી જીવે છે પરંતુ ડૉક્ટર તેમના મર્યા બાદ પણ સારવારનો ઢોંગ કરતા રહ્યાં હતા.
ગોરખપુરના કલેક્ટર કૃષ્ણા કરણેશ, એસએસપી ડૉ. ગૌરવ ગ્રોવર અને એસપી સિટી કૃષ્ણ કુમાર બિશ્નોઇની હાજરીમાં 8 આરીપી- ઇશૂ હૉસ્પિટલના સંચાલક, તબીબ, મેનેજર, એમ્બ્યુલન્સ ચાલક અને અન્ય આરોપીની પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એસએસપીએ જણાવ્યું કે જિલ્લા તંત્ર, સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસના જોઇન્ટ ઓપરેશનમાં 8 મેડિકલ માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો BRD મેડિકલ કોલેજમાં આવતા આસપાસના ગ્રામીણ વિસ્તાર અને બિહારના દર્દીઓને ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ બનીને ઝાંસામાં લેતા હતા અને પછી પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરાવીને સારવારના નામે પૈસા પડાવતા હતા.
મૃતકના પુત્રએ કહ્યું કે પહેલા હોસ્પિટલના સ્ટાફે 5 હજાર રૂપિયા લીધા હતા અને તે પછી 20 હજાર અને 50 હજાર રૂપિાયનું બિલ બનાવ્યું હતું. અમને કહેવામાં ના આવ્યું કે પિતાજી મૃત્યુ પામ્યા છે, તેમણે ઓક્સીજન સપોર્ટ, વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જ્યારે દરોડા પડ્યા તો ખબર પડી કે અમારા પિતાજી મૃત્યુ પામ્યા છે.