Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાંધીનગરના કોબા-રાયસણ રૂટ પર મેટ્રો ટ્રેનનું પ્રિ-ટ્રાયલ રન

સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન

dharmendravaghela by dharmendravaghela
2024-02-24 11:57:37
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મોટેરાથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની મેટ્રો ટ્રેન સર્વિસનાં બીજા ફેઝની કામગીરીની પૂર્ણતાની ઘડીઓ ગણાઈ રહી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપથી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેનાં ભાગરૂપે ગાંધીનગરનાં ૩૨ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા આઈકોનિક મોડલ રોડના કોબા-રાયસણ રૂટ ઉપર મેટ્રો ટ્રેનનું પ્રિ ટ્રાયલ શરૂ કરી દેવાયું છે.
મેટ્રો રેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. શુક્રવારે કોબા સ્ટેશનથી રાયસણ વૃંદાવન બંગલો સામેના ટ્રેક ઉપરથી મેટ્રો ટ્રેન પસાર કરાઈ હતી. લગભગ દોઢેક કિલો મીટરનાં રૂટ ઉપર મેટ્રો ટ્રેનનો પ્રિ ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં કરવાની જાહેરાતો વચ્ચે શુક્રવારે કોબા-રાયસણ રૂટ ઉપર પ્રિ ટ્રાયલ રન લેવામાં આવતા નજીકમાં દિવસોમાં જ ગાંધીનગરના લોકોની આતુરતાનો અંત આવવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-૧ સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં કરવામાં આવનાર હોવાની શક્યતા છે. મેટ્રોરેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે, જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Tags: gandhinagarkoba rayasan routmetro pre-trial run
Previous Post

ખેડૂતોની ‘દિલ્હી ચલો માર્ચ’ 29 ફેબ્રુઆરી સુધી સ્થગિત

Next Post

બિલકિસ બાનો કેસના દોષિતને ગુજરાત હાઇકોર્ટે આપ્યા 10 દિવસના પેરોલ

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
ચીફ જસ્ટિસના બંગલાની સામે જ ગેરકાયદે પાર્કિંગ !

બિલકિસ બાનો કેસના દોષિતને ગુજરાત હાઇકોર્ટે આપ્યા 10 દિવસના પેરોલ

કોંગ્રેસમાંથી ભરૂચ સીટ પરથી હું જ ચૂંટણી લડીશ- ફૈઝલ પટેલ

કોંગ્રેસમાંથી ભરૂચ સીટ પરથી હું જ ચૂંટણી લડીશ- ફૈઝલ પટેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.