જૂની પેંશન યોજના ફરી લાગુ કરવા અને ફિક્સ પગારની નીતિને દૂર કરવા સહિતના પ્રશ્નોને લઈને રાજ્યના સરકારી કર્મચારીઓ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ આંદોલન કરી રહ્યા છે. હવે આ આંદોલન આગળ જવાનું છે. આગામી 4 માર્ચ સુધીમાં જો પડતર માંગણીઓ સરકાર પુરી નહિ કરે તો તમામ સરકારી કર્મચારીઓ 6 માર્ચના રોજ તમામ પ્રકારની ઓનલાઇન કામગીરીથી દૂર રહી શટ ડાઉન, પેન ડાઉન અને ચોક ડાઉન દ્વારા વિરોધ વ્યક્ત કરશે.
પડતર પ્રશ્નો અને સરકાર સાથે થયેલ સમાધાન મુજબના પ્રશ્નોનો 4 માર્ચ સુધીમાં ઉકેલ ન મળે તો 6 માર્ચના સમગ્ર રાજયમાં અસરકારક રીતે સરકારી કર્મચારીઓ તમામ પ્રકારની ઓનલાઇન કામગીરીથી દૂર રહી શટ ડાઉન, પેન ડાઉન અને ચોક ડાઉન દ્વારા વિરોધ વ્યક્ત કરશે.