પરિવારને સોનાન દાગીના મળ્યા હોવાનું જણાવી રૂપિયા 50 લાખ લઈ નકલી દાગીના પધરાવી દેતા પરિવારજનોએ પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વલસાડ ખાતે રહેતા ઉર્વીશભાઈ પ્રકાશભાઈ દેસાઈને ગઠીયાઓએ સસ્તામાં સોનું આપવાની લાલચ આપી બોલાવ્યા હતા ત્યારે ઉર્વીશભાઈ દેસાઈ સોનીની ગીની અને સસ્તો સોનાનો હાર ખરીદવાની લ્હાયમાં પલસાણા તાલુકાના કારેલી ગામે પહોંચ્યા હતા. જ્યાં એક ટોળકીએ ખોદકામ દરમ્યાન મળેલ સોનું આપવાની ગઠીયાએ લાલચ આપી હતી. જે સોનાના દાગીનાં લેવા માટે પરિવારને બોલાવ્યો હતો. જે બાદ પરિવાર સાથે 50 લાખ રૂપિયા લઈ નકલી દાગીના પધરાવી દીધા હતા.
ઉર્વીશભાઈ દેસાઈ દ્વારા સોનાની ચકાસણી કરતા ઠગ ટોળકી ડુપ્લિકેટ સોનું પધરાવ્યું હોવાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા ઠગ ટોળકીનાં પ્રહલાદ ઝંડાવાળા વિરૂદ્ધ પલસાણા પોલીસ મથકે ગુનો નોંધી પ્રહલાદ ઝંડાવાળાની ધરપકડ કરી હતી. પ્રદલાદ ઝંડાવાળાની પૂછપરછ કરતા તેણે આ સમગ્ર છેંતપીંડી પાછળ વડોદરાનાં કલ્યાણ નગર ખાતે રહેતો પ્રભુ ગુલશનભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા મુખ્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.