Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નવ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું વડા પ્રધાન દ્વારા ખાતમુહૂર્ત

રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવાશે

dharmendravaghela by dharmendravaghela
2024-02-26 11:35:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્ર તરફ જવા માટે રેલ ટ્રાફિકમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સહિત નવ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના ખાતમુહૂર્ત ૨૬મી ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સથી કરાશે. જેમાં સૌરાષ્ટ્ર અને સૌથી વ્યસ્ત એવા મુંબઈના રેલ વ્યવહારને જોડતા અમદાવાદના ચાંદલોડિયા, મણિનગર અને વટવા સહિત ત્રણ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થશે.
અમદાવાદ ડિવિઝનના નવ સ્ટેશનોમાં અમદાવાદ રેલવે સ્ટેશનના મેજર અપગ્રેડેશન તેમજ અમૃત ભારત સ્કીમ હેઠળ મણિનગર, ચાંદલોડિયા, વટવા, સામખયાલી, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા અને ભીલડી સ્ટેશનોનો રૂ. ૨૩૩ કરોડથી પણ વધારે ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યાને પણ હળવી કરવા માટે લગભગ રૂ. ૨૩૦ કરોડના ખર્ચે અમદાવાદ ડિવિઝનમાં અસારવા, ગોરાઘુમા, ચાંદલોડિયા, વટવા, અંજાર, રતલાન, ભુજ, ધીનોજ, છાપી, કમલી, મહેસાણા, જગુદત, કલોલ, ચાંદખેડા, વિરમગામ, સડલા, બજાણા, જત પિપલી, વસાડવા, ઘનશ્યામ ગઢ, સુખપુર તેમ જ હળવદમાં વિવિધ સ્થળોએ ૩૫ રોડ અંડરબ્રિજના શિલાન્યાસ-લોકાર્પણ વડા પ્રધાન દ્વારા કરવામાં આવશે.
ચાંદલોડિયા રેલવે સ્ટેશન ઉપરથી અનેક મુસાફરો રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગર, જૂનાગઢ અને કચ્છ તરફ જતી ટ્રેનોમાં જતા હોય છે. જેના કારણે ચાંદલોડિયા રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર સૌથી વ્યસ્ત ગણાય છે. મુંબઈથી આવતી જતી ટ્રેનોમાં પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોને કાલુપુર સુધી ન જવું પડે તેના માટે મણિનગર અને વટવા રેલવે સ્ટેશનને રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. રિડેવલપમેન્ટ થનારા રેલવે સ્ટેશનો પર વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્ફોર્સ, એસી વેઇટિંગ રૂમ, સુવિધાજનક પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, વાઇ-ફાઇ, આધુનિક સીસીટીવી સિસ્ટમ, પૂરતી પ્રકાશ વ્યવસ્થા વગેરે સુવિધાઓ ઊભી કરાશે. રેલવે લાઈન પર અંડરબ્રિજ-અંડરપાસ બનવાથી લોકોને રેલવેના પાટા ક્રોસ કરવામાં પણ સગવડ રહેશે.

Tags: gujaratmodirail khatmuhurt
Previous Post

ખેડૂત આંદોલન : આજે SKMની ટ્રેક્ટર રેલી

Next Post

ભોંયરામાં પૂજા ચાલુ રહેશે કે બંધ ?

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ભોંયરામાં પૂજા ચાલુ રહેશે કે બંધ ?

ભોંયરામાં પૂજા ચાલુ રહેશે કે બંધ ?

ગુજરાત એસ.ટી.ની તમામ બસોનું થઈ શકશે રિયલ ટાઇમ મોનિટરિંગ

ગુજરાત એસ.ટી.ની તમામ બસોનું થઈ શકશે રિયલ ટાઇમ મોનિટરિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.