અમદાવાદ-ધોળકા હાઈવે પર વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 શ્રમિકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલોને તાત્કાલીક ઈમરજન્સી 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. કાર રાણપુર તરફ જઈ રહી હતી તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો.
દાહોદના શ્રમિકો મજૂરી કામ માટે બોલેરોમાં બેસી રાણપુર જઈ રહ્યા હતા. ત્યારે ધોળકાના પુલેન સર્કલ પાસે બંધ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ બોલેરો અંદર રહેલા લોકો લોહીલુહાણ હાલતમાં બહાર રસ્તા પર ફેંકાયા હતા. ઘટનાને પગલે અરેરાટી મચી જવા પામી છે. જ્યારે ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.