દેશમાં રોડ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના બલિયામાં વહેલી સવારે એક કાર અને જીપ વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો, જેમાં છ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે જ્યારે છ કરતા પણ વધારે લોકો ગંભીર છે. વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે બલિયાના બૈરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે કાર અને એક જીપ વચ્ચે ભીષણ અકસ્માતની ઘટના બની હતી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી આ ઘાયલ લોકોમાંથી ચારની હાલત ગંભીર છે, જેમને સારવાર માટે વારાણસી રિફર કરવામાં આવ્યા છે.
આ તમામ લોકો ખેજુરી પોલીસ સ્ટેશન વિસ્તારના માસુમપુર ગામથી બે માર્શલ કારમાં માંગલિક કાર્યક્રમમાંથી દોક્તીમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત આ જ સમયે થયો હતો. એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને અકસ્માતે ગુનો નોઁધીને આગળની તપાસ હાથ ધરી હતી.