વડોદરાના પૂર્વ ક્રિકેટર પિતા પુત્ર વિવાદમાં આવ્યા છે, જેમાં વડોદરા SOGએ પૂર્વ ક્રિકેટર તુષાર આંરોઠેની 1.39 કરોડ સાથે તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરી છે, જેમાં પોલીસ તપાસ માં એવું પણ બહાર આવ્યું છે કે તેમના પુત્ર રીષિ આંરોઠે એ શનિવારે ફોન કરીને પિતા તુષારને આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ આવવા કહ્યું હતું.
ત્યારબાદ તુષાર આંગડિયા પેઢીમાંથી રૂપિયાનો થેલો લઈને આવ્યો હતો. જેની જાણ પોલિસને થતાં પોલીસે તુષારના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન 1.39 કરોડની રકમ ભરેલો થેલો મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તુષારને પૂછતા તેને જણાવ્યુ હતું કે તેમના દિકરા રીષિનો ફોન આવ્યો હતો કે આંગડીયામાંથી રૂપિયા લઈ આવો ત્યાર બાદ તેમાથી કેટલીક રકમ કાઢીને અન્ય રકમ બીજા ને આપવાની છે. આ મામલે SOGએ તુષાર આંરોઠેની સખ્ત પૂછ પરછ હાથ ધરી હતી, જેમાં આ રકમ ક્યાંથી લાવ્યા અને રૂપિયા શેના છે અને કોને ભાગ આપવાનો છે તે અંગે તુષારે કોઈ સંતોષકારક જવાબો નહિ આપતા પોલીસે તુષાર આંરોઠે ની ધરપકડ કરી હતી.
મહારાષ્ટ્રના પુણેના રહેવાસી વિક્રાંત રાયપત્વર અને અમિત જળીતની પણ વડોદરાની ખાનગી હોટેલમાંથી ધરપકડ કરી છે. પોલીસ ને એવી પણ શકાં છે કે મહારાષ્ટ્રના આં બન્ને ઈસમો દ્વારા તે અન્યોનો નાણાં પહોંચાડતો હતો, જોકે હાલ આ વિશે કોઈ ખુલાસો બહાર અવ્યો નથી, અત્રે ઉલ્લેખનીય છે કે તુષાર આગાઉ વડોદરા વતી 100 જેટલી રણજી ટ્રોફી ક્રિકેટ રમી ચૂક્યા છે, અને તેમનો પુત્ર રીષિ પણ વડોદરા વતી રણજી ટ્રોફી ક્રિકેટ સહીતની ટુર્નામેન્ટ રમી ચૂક્યો છે. વર્ષ 2019 માં તુષાર ની આઈપીએલ ઉપર સટ્ટો રમાડવાના મામલે ધરપકડ થઈ ચૂકી છે, ત્યારે SOGએ તુષાર, વિક્રાંત અને અમિતની ધરપકડ કરી વધુ પૂછ પરછ હાથ ધરી છે અને 1.39 કરોડની રકમ કબજે કરી તપાસ હાથ ધરી છે. ક્રિકેટ જગતને હચમચાવી નાખનારી આ ઘટનામાં શું ખરેખર જપ્ત થયેલા રૂપિયા હવાલાના છે કે પછી કોઈ સટ્ટા, બેટિંગ ના કે પછી મેચ ફિક્સિંગના તે પોલિસ તપાસમાં બહાર આવશે.