લોકસભાની ચૂંટણીને લઈને સત્તા પક્ષ ભાજપે પ્રચારનો ઘમઘમાટ શરૂ કરી દીધો છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે કમલમ ખાતેથી પાર્ટી પ્રચારના રથનો ફ્લેગ ઓફ કરાવ્યો છે. આ રથ તમામ લોકસભા બેઠકો પર જઈને પાર્ટીનો પ્રચાર કરશે અને જનતા સંકલ્પ માટે પોતાના સૂચનો આપી શકશે. ‘વિકસિત ભારત મોદીની ગેરેન્ટી’ ના સ્લોગન સાથે આ રથ ગુજરાતભરમાં ભ્રમણ કરશે.
રાષ્ટ્રીય ચૂંટણી પંચ જલદી લોકસભા ચૂંટણીમાટે તારીખોની જાહેરાત કરી શકે છે. ત્યારે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીએગુજરાત સહિત દેશભરમાં ચૂંટણી પ્રચારની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગુજરાતમાં પણ બીજેપીએ પ્રચારનો ઘમઘમાટ શરૂ કરી દીધો છે. ગુજરાતમાં ફરી એકવાર લોકસભાની તમામ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે પાર્ટી ચૂંટણી મેદાનમાં પોતાના ઉમેદવારોને ઉતારશે. ત્યારે ચૂંટણી પહેલા સામાન્ય જનતા સુધી પહોંચવા માટે પાર્ટીએ કવાયત હાથ ધરી છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આજે ગાંધીનગરમાં કમલમ ખાતેથી ‘વિકસિત ભારત મોદીની ગેરેન્ટી’ ના સ્લોગન સાથેનાં રથોનું ફ્લેક ઓફ કર્યું છે.





