ધોલેરા ખાતે સેમિકંડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે 1962 થી આ પ્રયાસ ચાલતો હતો. જેમાં આજે સફળતા મળી છે. આજનો દિવસ ઈતિહાસમાં યાદ રખાશે. આજે એક સાથે 3 પ્લાન્ટનું ભૂમિપૂજન અને ચોથો માઈક્રોન પ્રોજેક્ટ પણ છે. યુવા પેઢીને સુનિશ્ચિત કરવા અને વિકસિત કરવાનો આ નિર્ણય અને પ્રોજેક્ટ છે.
આ પ્રસંદે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દેશનાં ભવિષ્યનો પાયો નાંખવા મોદી જેવું નેતૃત્વ હોવું જોઈએ. 1962 થી આ પ્રયાસ ચાલતો હતો. આજે સફળતા મળી છે. પીએમનાં વિઝનનાં કારણે આ સફળતા મળી છે. તેમજ આજનો દિવસ ઈતિહાસમાં યાદ રખાશે. આજે એક સાથે 3 પ્લાન્ટનું ભૂમિપૂજન અનો ચોથો માઈક્રોન પ્રોજેક્ટ પણ છે. દરેક વસ્તુ કે જેમાં ઓન અને ઓફ થાય તે દરેક વસ્તુમાં સેમી કન્ડક્ટર હોય છે. પીએમ માટે આ મહત્વનું છે અને પીએમનો રોલ વધુ છે. એક પ્લાન્ટ આસામમાં લાગી રહ્યો છે અને મેડ ઈન આસામ, મેડ ઈન ગુજરાતથી વસ્તુ વિશ્વમાં આવશે. ડબલ એન્જીન સરકાર માટે આ 4 પ્લાન્ટ ઉદાહરણ છે. જૂન 2021 માં કામને સરકારે મંજૂરી આપી અને કામ શરૂ થયું. 29 ફેબ્રુઆરી 2024 માં પ્લાન્ટને મંજૂરી અપાઈ અને 15 દિવસમાં તેની શરૂઆત મોટું પગલું છે. યુવા પેઢીને સુનિશ્ચિત કરવા અને વિકસિત કરવાનો આ નિર્ણય અને પ્રોજેક્ટ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારતનાં સૌ પ્રથમ સેમિકંડક્ટર પ્રોજેક્ટનાં ભૂમિ પૂજન સમારોહમાં આપણી વચ્ચે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આસામના મુખ્યંત્રી હેમંત બિશ્વાહ, કેન્દ્રીય મંત્રી અશ્વિને વૈષ્ણલ, ટાટા ગ્રુપનાં ચેરમેન એન.ચંદ્રશેખર તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા તમામ લોકો. આ કાર્યક્રમનાં માધ્યમથી સેમિ કંડક્ટર પ્રોજેક્ટનાં ભૂમિ પૂજન માટે વડાપ્રધાન આપણી સાથે વર્ચ્યઅલી માધ્યમથી જોડાયેલા છે. હું એક વખત ફરી વડાપ્રધાનનો આભાર માનું છું. અમે બધા આ બાબતનાં સાક્ષી છીએ કે વડાપ્રધાનનાં નરેન્દ્ર મોદીનાં વિકાસશીલ ગુજરાતનાં મીશન હેઠળ ભારતીય ઉદ્યોગ દિન પ્રતિદિન નવી ઉંચાઈ મેળવી રહ્યો છે.
ભારત વૈશ્વિક શક્તિ બની રહ્યું છે: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ટેક ટેક ચિપ્સ ફોર ડેવલપ્ડ ઈન્ડિયા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન તેમણે ત્રણેય સેમિકન્ડક્ટર યુનિટનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે ભારત પહેલાથી જ સ્પેસ, ન્યુક્લિયર અને ડિજિટલ પાવર છે અને હવે આવનારા સમયમાં દેશ સેમિકન્ડક્ટર સેક્ટરમાં વૈશ્વિક શક્તિ બનશે. તેમણે કહ્યું કે અમે અત્યારે જે નિર્ણયો લઈ રહ્યા છીએ અને અમે જે નીતિઓ બનાવી રહ્યા છીએ તેનાથી અમને વ્યૂહાત્મક ફાયદો થશે