સોનાના ઉંચા ભાવ તથા ધરખમ ટેકસને કારણે વધતી દાણચોરી સામે ડીરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ઓપરેશન રાઈઝીંગ સન હાથ ધરવામાં આવ્યું હતું. અને તેમાં ચાર રાજયોમાં દરોડા પાડીને 61 કિલો સોનુ સહીતની માલમતા સાથે 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ડીઆરઆઈ દ્વારા સતાવાર રીતે એવુ જાહેર કરવામાં આવ્યુ છે કે, ઓપરેશન રાઈઝીંગ સન હેઠળ સોનાની દાણચોરી કરતી મોટી સીન્ડીકેટનો પર્દાફાશ કરાયો છે. 40 કરોડની કિંમતના 61 કિલો સોના સાથે 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે બે દિવસ ચાલેલા આ ઓપરેશનમાં ગુવાહાટી, બારપેટા, મુઝફફરપુર, અસરીયા તથા ગોરખપુરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. વિદેશોથી ઘુસાડાયેલુ સોનુ પકડી પાડવામાં આવ્યું હતું.13 લાખની રોકડ તથા 19 વારનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.આ પુર્વે ગત સપ્તાહે મુંબઈમાંથી પણ એક દાણચોર સિન્ડીકેટને પકડીને 10.48 કરોડની રોકડ સાથે છ શખ્સોની ધરપકડ કરાઈ છે.