અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમની 500 કરોડની મિલકતને લઈ ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હોવાનો 10 માર્ચે દાવો કરાયો હતો. જો કે, મહામંડલેશ્વર હરિહરાનંદભારતી અને ઋષિભારતી બાપુ વચ્ચે સમાધાન થયાનો પણ દાવો કરાયો હતો.આ સમાધાન મામલે હવે નવો વળાંક આવ્યો છે.
જૂનાગઢથી મહામંડલેશ્વર હરિહરાનંદભારતીએ સમાધાનની વાતને નકારી કાઢી છે. આજે કહ્યું હતું કે, ઋષિભારતી પોતાનો શિષ્ય હોય એટલે માથે હાથ મૂક્યો હતો. સમાધાનની કોઈ વાત નથી. હરિહરાનંદભારતી કહ્યું હતું કે, જ્યાં સુધી હું હયાત છું ત્યાં સુધી એકેય આશ્રમ કોઈને આપવાનો નથી. આશ્રમની જે કોર્ટ મેટર ચાલે છે તે મને માન્ય રહેશે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમની કરોડો રૂપિયાની મિલકતને લઈ ચાલી રહેલા વિવાદનો 10 માર્ચના રોજ અંત આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાની સંપતિના અને ખોટા વીલ બનાવવા મામલે મહામંડલેશ્વર હરિહરાનંદભારતી અને ઋષિ ભારતી વચ્ચે વિવાદ થયો હતો. જે બાદ 10 માર્ચે તારીખે ઈન્દ્રભારતી બાપુની ઉપસ્થિતિમાં સમાધાન થયાનો દાવો કરાયો હતો.