લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી પર આખરી મ્હોર મારવાની તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપે અત્યારસુધીમાં 22 ઉમેદવારો જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવાર જાહેર કર્યા છે તેમજ આમ આદમી પાર્ટીએ બે ઉમેદવાર જાહેર કર્યા છે. આજે કોંગ્રેસ ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી શકે છે ત્યારે ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસના 7 ઉમેદવારો નક્કી હોય તેવું રાજકીય સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
દાહોદમાં પ્રભાબેન તાવિયાળ, ખેડામાં કાળુસિંહ ડાભી, પાટણમાં ચંદનજીનું નામ નક્કી છે. છોટાઉદેપુર- સુખરામ રાઠવા, સાબરકાંઠા- તુષાર ચૌધરી, આણંદ- અમિત ચાવડા, પંચમહાલ- ગુલાબસિંહ ચૌહાણની શક્યતા છે.