દક્ષિણ ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા નવા સંગઠન ‘ભારતીય આદિવાસી સેના’ની સ્થાપના કરવામાં આવી છે. જેને લઈને આદિવાસી વિસ્તારના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ચિંતામાં મૂકાયા છે.
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં એક નવા સંગઠનની રચના થઈ છે. ગુજરાતના દબંગ નેતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ભારતીય આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપના કરી છે. આ નવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા બન્યા છે. નવા સંગઠન માટે હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરાશે. મહત્વનું છે કે, છોટુ વસાવા આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છે અને તેઓ 7 વખત ઝઘડિયાની બેઠક પર ધારાસભ્ય રહી ચૂક્યા છે. જોકે તેમણે ગત ચૂંટણી લડી ન હતી.





