Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાલથી આઇપીએલ ટુર્નામેન્ટની શરૂઆત : પ્રથમ મેચ ચેન્નાઇ અને બેંગ્લુરૂ વચ્ચે

ચેન્નાઇ અને મુંબઇના 5-5 ટાઇટલ : બેંગ્લુરૂની ટીમે કુલ 3 વખત ફાઇનલ ટચ કરી હોવા છતાં ટાઇટલથી દુર

dharmendravaghela by dharmendravaghela
2024-03-21 12:44:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આવતીકાલથી આઇપીએલ સિઝન-17 સ્પર્ધાની શરૂઆત થવા જઇ રહી છે. અત્યાર સુધી રમાયેલી આ સ્પર્ધામાં ચેન્નાઇ સુપર કિંગ્ઝ અને મુંબઇ ઇન્ડીયન્સે પાંચ-પાંચ વખત ટાઇટલો જીતવાનો કીર્તિમાન નોંધાવ્યો છે. આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ પાસે પ્રથમ વખત ટાઇટલ જીતવાની સુવર્ણ તક છે. 2008થી આ સ્પર્ધામાં ભાગ લઇ રહેલી આ ટીમ એક પણ વખત આઇપીએલનું ટાઇટલ જીત્યુ નથી. અલબત આઇપીએલના મોટા ભાગના રેકોર્ડ બેંગ્લુરૂ ટીમના નામે અંકિત થયેલા છે. પરંતુ ટાઇટલ પ્રાપ્ત કરવામાં આ ટીમ નિષ્ફળ નીવડી છે.
ત્રણ વખત ચેમ્પિયન બનવાની તક આ ટીમે ગુમાવી છે. ત્રણ વખત આઇપીએલની ફાઇનલમાં પહોંચીને આ ટીમ દરેક વખતે હારનો સામનો કર્યો છે. 2009માં ડેકકન ચાર્જીસ સામે 6 રનથી બેંગ્લુરૂ ટીમ હારી હતી, ત્યારબાદ 2011માં ચેન્નાઇ સુપર કિંગ્ઝ 58 રનથી વિજય મેળવ્યો હતો. છેલ્લે 2016માં સનરાઇઝ હૈદ્રાબાદ સામે વિરાટ કોહલીના નેતૃત્વમાં આ ટીમ હારી હતી.
લીગ સ્ટેજમાં સર્વાધિક મેચો રમવાવાળી આ બીજી ટીમ છે. મુંબઇ ઇન્ડીયન્સે 247 મેચોમાંથી 140 મેચો મેચો જીતી છે, જયારે બેંગ્લુરૂની ટીમે 241 મેચોમાંથી 116 મેચોમાં વિજય મેળવ્યો છે. આ ટીમનો દેખાવ ગત વર્ષ દરમ્યાન નિરાશાજનક રહ્યો હતો. અને તે પ્લે ઓફમાં પણ નહોતી પહોંચી શકી ટીમે કુલ 14 મેચો રમી હતી. તેમાંથી 7 જીત અને 7 હાર સાથે છઠ્ઠા સ્થાને રહી હતી. વિરાટે 237 મેચોમાં 7263 રન 7 સદી સાથે અને ફાક ડુપ્લેસીસે 130 મેચોમાં 4133 રન બનાવ્યા છે.
જેમાં 33 અર્ધ સદીનો સમાવેશ થાય છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 96 રનનો છે. 22 માર્ચના પ્રથમ મુકાબલો ચેમ્પીયન ચેન્નાઇ સાથે બેંગ્લુરૂનો થશે. ફાક ડુપ્લેસીસના નેતૃત્વમાં આ ટીમની નજર વિજય સાથે સ્પર્ધાની શરૂઆત કરવાની રહેશે. ધોની 2008માં આઇપીએલની પ્રથમ સ્પર્ધામાં ચેન્નાઇ સુપર કિંગ્ઝની ટીમ સાથે સુકાની તરીકે જોડાયો હત. અને ત્યારબાદ સતત ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. અલબત 2022માં ચેન્નાઇએ થોડા સમય માટે રવિન્દ્ર જાડેજાને સુકાની બનાવ્યો હતો પરંતુ અમુક મેચો પછી ધોનીએ ફરી ટીમનું સુકાન સંભાળ્યું હતું. હવે તેની નજર રેકોર્ડ છઠ્ઠુ ટાઇટલ પર છે. ચેન્નાઇએ છેલ્લી સિઝનમાં ગુજરાત ટાઇટનને હરાવીને ટાઇટલ કુલ પાંચમી વખત કબ્જે કર્યુ હતું.

Tags: indiaTATA IPL starts tomorroe
Previous Post

જયપુરમાં ભયંકર આગ દુર્ઘટનામાં 5 લોકોના મોત

Next Post

તળાજાના ભદ્રાવળના યુવાનનો મૃતદેહ તેના આયશરમાંથી મળી આવતા પોલીસ તપાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post
તળાજાના ભદ્રાવળના યુવાનનો મૃતદેહ તેના આયશરમાંથી મળી આવતા પોલીસ તપાસ

તળાજાના ભદ્રાવળના યુવાનનો મૃતદેહ તેના આયશરમાંથી મળી આવતા પોલીસ તપાસ

ભાવનગર ફાયર સ્ટેશન ખાતે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

ભાવનગર ફાયર સ્ટેશન ખાતે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.