ભાજપની ત્રીજી યાદી આવી છે, જેમાં તામિલનાડુથી 9 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. એમાં તેલંગાણાના રાજ્યપાલ રહી ચૂકેલા તમિલિસાઈ સૌંદરારાજનને ચેન્નઈ સાઉથથી ટિકિટ આપવામાં આવી છે. રાજ્ય ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈને કોઈમ્બતોરથી અને કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનને નીલગિરિથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
તામિલનાડુમાં લોકસભાની કુલ 39 બેઠક છે, જેમાંથી ભાજપે 10 પીએમકેને આપી છે. પાર્ટીએ અત્યારસુધી 276 સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે 2 માર્ચે પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 195 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહનાં નામ હતાં. એ જ સમયે બીજેપીની બીજી યાદી 13 માર્ચે આવી હતી, જેમાં 72 નામ હતાં. એમાં નાગપુરથી નીતિન ગડકરી, ઉત્તર મુંબઈથી પીયૂષ ગોયલ અને હમીરપુરથી અનુરાગ ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે.