હોળી ફાગણી પૂનમે પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર, ડાકોર, દ્વારકા અને શામળાજીમાં ભક્તોની ચિક્કાર ભીડ જોવા મળી. ડાકોર અને દ્વારકામાં ફુલડોલોત્સવનું ભવ્ય ઉજવણી કરાઈ. તો સાળંગપુર ધામમાં 51 હજાર કિલોથી વધુ રંગોથી રંગોત્સવ મનાવાયો. તો શામળાજી મંદિરમાં પણ ભક્તો પ્રભુના દર્શન કરી પાવન બન્યા.