ઉનાળીની શરૂઆત થતા જ ગરમીનું પ્રમાણ વધ્યું છે. લોકો બપોરના સમયે નિકળતા પહેલા વિચારી કરી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમી વધી છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભુજ સૌથી ગરમ શહેર બન્યું છે. રાજ્યના એવા 4 શહેરો કે જેમા મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. વળી આવતા બે દિવસમાં ગરમીનો પારો હજુ વધવાની શક્યતા છે.
રાજકોટમાં 39 ડિગ્રી
અમદાવાદમાં 40.2 ડિગ્રી
ગાંધીનગર 39.6 ડિગ્રી
વડોદરા 38 ડિગ્રી
સુરેન્દ્રનગર 39 ડિગ્રી
ભૂજ 43.5 ડિગ્રી
ડિસામાં 37.6 ડિગ્રી
સુરતમાં 38.6 ડિગ્રી
કંડલામાં 40.4 ડિગ્રી