અમદાવાદના આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. અમદાવાદના આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં 13 જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી ચાલુ છે. તેમા આઇટીના 75થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આવકવેરા વિભાગને તેના અંગે વિશેષ બાતમી મળી છે. આવકવેરા વિભાગને વિશ્વાસ છે કે આ દરોડામાં મોટાપાયા પર બેનામી વ્યવહારો મળી આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોના પછી છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં હોટેલ અને ડેરી સાથે સંલગ્ન કારોબારમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. બંને સેક્ટરોએ છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. આમ છતાં તેમણે સાધેલા વિકાસનું પ્રતિબિંબ તેમના દ્વારા ચૂકવવામાં આવતા કરમાં જોવા ન મળતાં આવકવેરા વિભાગ પણ ચોંકી ઉઠ્યુ હતુ અને તેમને સેક્ટર વાઇઝ અંડર રિકવરીમાં ઓબ્ઝર્વેશન હેઠળ મૂક્યા હતા. તેના પછી તેમની વૃદ્ધિની તુલના તેમની આવક સાથે કરીને તેમા અસંતુલનનો જોવા મળ્યું હતું.