ભારતીય નૌકાદળે ચાંચિયાઓ સામે 12 કલાકથી વધુ લાંબી કાર્યવાહી બાદ હાઇજેક કરાયેલા ઈરાની માછીમારી જહાજ અને તેના ક્રૂ તરીકે સેવા આપતા 23 પાકિસ્તાની નાગરિકોને બચાવ્યા છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. નૌકાદળના પ્રવક્તા દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, ભારતીય નૌકાદળની નિષ્ણાત ટીમો માછીમારીના જહાજની સંપૂર્ણ તપાસ કરી રહી છે જેથી કરીને તેને માછીમારીની કામગીરી ફરી શરૂ કરવા માટે સુરક્ષિત વિસ્તારમાં ખસેડી શકાય.
ભારતીય નૌકાદળે શુક્રવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે તે એક હાઇજેક કરાયેલા માછીમારીના જહાજને બચાવવાની કામગીરીમાં રોકાયેલ છે જહાજમાં કથિત રીતે ચાંચિયાઓ અને તેમના ક્રૂ સવાર હતા. નેવીએ જણાવ્યું હતું કે ગુરુવારે જહાજની અટકાયત કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘INS સુમેધાએ શુક્રવારે વહેલી સવારે FV ‘અલ કંબર’ને અટકાવ્યું હતું અને બાદમાં INS ત્રિશુલ પણ તેમાં જોડાઈ હતી. માછીમારીનું જહાજ ઘટના સમયે સોકોત્રાથી દક્ષિણ પશ્ચિમમાં લગભગ 90 નોટિકલ માઈલ દૂર હતું અને ‘શસ્ત્રોથી સજ્જ ચાંચિયાઓ તેના પર સવાર હતા.’