પંજાબના પટિયાલામાં કેક ખાવાથી 10 વર્ષની બાળકીનું મોત થયું છે. આ સિવાય અન્ય 4 લોકોની તબિયત પણ લથડી હતી. બાળકીના જન્મદિવસે પરિવારે ઓનલાઈન કેક મંગાવી હતી. પોલીસે આ મામલે અદાલત બજાર સ્થિત કેક કાન્હા સામે ગુનો નોંધ્યો છે.પોલીસે કલમ 304-A (બિન ઈરાદાપૂર્વક હત્યા) અને 273 લગાવી છે. પરિવારે ભગવંત માનને ન્યાયની અપીલ કરી છે.
અમન નગરની રહેવાસી કાજલે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમણે 24 માર્ચે સાંજે 6 વાગ્યે એક ઓનલાઈન કંપનીમાંથી કેક મંગાવી હતી. સાડા છ વાગ્યાની આસપાસ કેક ઘરે પહોંચી. 7:15 વાગ્યે કેક કાપવામાં આવી હતી. કેક ખાધા બાદ માનવી અને પરિવારના અન્ય સભ્યોની હાલત ખરાબ થઈ ગઈ હતી. દરેક વ્યક્તિને ઊલટીઓ થવા લાગી હતી. તેની નાની બહેનની તબિયત લથડી હતી. પછી તેને હોસ્પિટલ લઈ ગયાં. બાળકીનું બીજા દિવસે સવારે 5.30 વાગ્યે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યારે નાની છોકરીને મહા મહેનતે બચાવી લેવામાં આવી હતી. પરિવારના બાકીના લોકોની તબિયત પણ બગડી ગઈ હતી, કોઈક રીતે તેઓ બચી ગયા હતા.