સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિક સેલ દ્વારા હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. વેસુ વિસ્તારમાં એક હોટલમાં મુંબઈની મોડેલોને સુરત ખાતે બોલાવી સમગ્ર સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિક સેલ દ્વારા ચાર જેટલી મોડેલોને મુક્ત કરાવી બે દલાલને વોન્ટેડ જાહેર કર્યા હતા
સુરતમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતના વેસુ વિસ્તારમાં એક હોટલમાં મુંબઈથી મોડેલોને બોલાવી ત્યાંથી મોટા ઘરના નબીરાઓને આ મોડેલો સપ્લાય કરવામાં આવતી હતી. જેમાં નબીરાઓને બે દલાલ યુવરાજ ઉર્ફે રાહુલ અને જાવેદ નામના બે યુવકો વ્હોટસએપ મારફતે મહિલા મોડેલોના ફોટા ગ્રાહકોને મોકલતા હતા. ત્યારબાદ ભાવતાલ નક્કી થતો હતો અને મોડેલને મુંબઈથી સુરત બોલાવવામાં આવતી હતી. આ સમગ્ર મામલાની બાતમી મળતા પોલીસે એક ડમી ગ્રાહક દલાલ યુવરાજ પાસે મોકલ્યો હતો.
નિયમિત કસ્ટમરના રેફરન્સથી વ્હોટસએપ પર મેસેજ કર્યો હતો. વાતચીત બાદ દલાલે મોડેલોના ફોટા મોકલી આપ્યા હતા. જેથી એક મોડલ પસંદ કરી ગ્રાહકને પોતાની લક્ઝરીયસ કાર લઈને વેસુની એક હોટલની બહાર બોલાવવામાં આવ્યો હતો. આ ડમી ગ્રાહકની કાર ઊભી રહી તે દરમિયાન એક મોડલ કારમાં બેસી ગઈ આ રીતે પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
ત્યારબાદ મોડેલની પૂછપરછ કરતા હોટલમાંથી અન્ય ત્રણ મોડેલો મળી આવી હતી.18થી 22 વર્ષની આ ચારેય મોડેલો મુંબઈની છે. આ મોડેલોએ વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે અને ટીવી સિરિયલમાં પણ સાઈડ રોલ કર્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કસ્ટમરને ત્રણ કલાકના 17થી 20 હજાર રૂપિયા મોડલનો ભાવ કહેવાતો હતો. જેમાંથી ત્રણથી પાંચ હજાર મોડલને ચૂકવવામાં આવતા હતા.
ઉલ્લેખનીય છે કે , મોટા મોટા નબીરાઓ બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ રાહુલ અને જાવેદના નિયમિત કસ્ટમર હતા. દર અઠવાડિયે નવી નવી મોડેલો સુરત ખાતે આવતી હતી અને કસ્ટમરને મોડેલો મોકલવામાં આવતી હતી.